તે આપેલા વચનનું શું ?
તે આપેલા વચનનું શું ?
કુદરત આપેલા વચનને પાળે છે,
દરિયા એ વચન આપ્યું સરિતાને,
દરેક વખતે ગમે તેવી પરિસ્થિતિમાં,
પણ એનો સ્વીકાર કરશે,
દરિયો એનું વચન પાળી રહ્યો છે,
વાદળે વચન આપ્યું હતું વરસવાનું,
ધરતીને હેતથી ભીંજવવાનું,
ધરતીને લીલીછમ રાખવાનું,
વાદળ પોતાનું વચન નિભાવી રહ્યું છે,
વચન આપ્યું હતું સૂરજે,
ધરતીને પ્રકાશિત કરવાનું,
સોનેરી આભા પ્રસરાવવાનું,
સૂરજ પોતાનું વચન પાળી રહ્યો છે,
કુદરતના દરેક તત્વો,
ઈશ્વરને આપેલા વચનને પાળી રહ્યા છે,
પોતાની ફરજ અદા કરી રહ્યા છે,
ઈશ્વરની આજ્ઞાનું પાલન કરી રહ્યા છે,
પણ હે માનવ !
શું તે ઈશ્વરને આપેલા વચનને પાળી રહ્યો છે ?
તું તો ભૂલી ગયો ગર્ભાવસ્થામાં આપેલા વચનને,
મોહિત થઈ ગયો આ દુનિયાની ઝાકઝમાળથી,
ભૂલી ગયો તારા આત્માને પણ તું,
તે આપેલા વચન નું શું ?
