STORYMIRROR

KAJAL Shah

Abstract

4.8  

KAJAL Shah

Abstract

અવર્ણનીય માતૃત્વ

અવર્ણનીય માતૃત્વ

1 min
366


અવર્ણનીય છે માતૃત્વની પ્રતીતિ,

સંપૂર્ણ સ્ત્રીત્વની એ અનુભૂતિ,


નવનવ માસની એ લાંબી દડમઝલ,

ન થાકે છતાં એ આ મમતાનાં પથથી,


મુખ પર રહે સ્વર્ગસુખ સમો આનંદ,

અકથનીય ભોગવે એ પીડા પ્રસુતિ,


પીડાઓ સઘળીજ વિસરાઈ જાતી,

સ્પર્શે પ્રથમ જ્યાંરે એ સ્વસંતતિ,


ન્યોછાવર કરતી આખુંય આયખું,

મમતાની છોળો એની છાતીએથી ફૂટતી,


રોમેરોમે વહે એના, કેવો પ્રેમધોધ,

આત્મજને એ ભાવજળથી ભીંજવતી,


અલાબલા સઘળી દૂરે ટળી જાતી,

ક્ષણેક્ષણે એ નીજ શિશુ ઓવારતી,


 વામણી ભાસે શબ્દકોષની કૃતિઓ,

રહેશે અવર્ણનીય માતૃત્વની અનુભૂતિ.


Rate this content
Log in