STORYMIRROR

Hemisha Shah

Abstract Romance

4  

Hemisha Shah

Abstract Romance

તો કહેજે મને

તો કહેજે મને

1 min
410

હોય ચુંબકીય લાગણી તો કહેજે મને 

અંધારે દૂર હોય ચાંદની તો કહેજે મને,


નીકળ્યા આ તો દરિયાની સફરે 

ભીના હાથે કોરી આંગળી હોય તો કહેજે મને.. 


હું તો રાધા બની પ્રેમ ઘેલી ઓહ કહાન !

હોય નવી નકોર વાંસળી તો કહેજે મને,


દુનિયાના સંબંધો બહુરૂપિયા જોયા 

જો તું મોહરેથી ઉતારે કાંચળી તો કહેજે મને.. 


જોયા સૂકા વેરાન પાનખર અમે 

જો દેખાય ક્યાંક લીલી પાંદડી તો કહેજે મને.. 


જીવન કાયમ પરીક્ષા લેશે, દોસ્ત ! 

હોય જો તારી દશા આકરી તો કહેજે મને, 


આગના દરિયે પ્રેમ શોધવા નીકળી 

ખાલી હોય જો તારી નાવડી તો કહેજે મને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract