કુદરત પર કવિતા લખવી મારે
કુદરત પર કવિતા લખવી મારે
મારે તો કુદરત પર કવિતા લખવી છે
આ આકાશમાં કંકુ પગલાં પાડવા છે,
આ પંખીઓના સૂરને,
શબ્દોમાં ઢાળવા છે,
આ વૃક્ષના પર્ણે પર્ણે બેઠા છે શબ્દો,
એને એકત્રિત કરી પ્રાસ બનાવવા મારે,
આ વર્ષાના હર એક બુંદ છે, શબ્દોનો ખજાનો,
એને ભેગા કરી અલંકાર બનાવવા મારે,
આ દરિયાની એક એક લહેરમાં છે કાફિયા,
તેના સંયોજન થી ગઝલ લખવી મારે,
ધરતીના કણ કણમાં છે મત્લાનો ભંડાર,
એનાથી શેર સુંદર બનાવવો મારે,
આ બાગ ના હરેક ફૂલ પાસે છે અલંકારનો ભંડાર,
મોંઘા મૂલની કવિતા લખવી મારે,
આ ગગનના દરેક સિતારા પાસે છે શબ્દોનો અદભૂત ખજાનો,
આ ખજાનાને લૂટવો મારે,
બસ શબ્દ સમ્રાટ બનવું મારે,
કુદરત વિશે કવિતા લખવી મારે,
પણ કેમ લખી શકું ?
આ સાગર ને ગાગરમાં કેમ સમાવી શકું ?
