STORYMIRROR

Bharat Thacker

Abstract

4  

Bharat Thacker

Abstract

શબ્દોનું વાવેતર

શબ્દોનું વાવેતર

1 min
441

જે હોય ભીતરથી ભીનો, જે હોય તન મનથી તરબતર

એના શબ્દોને લાગે પગ, અલગ હોય તેના શબ્દોનું વાવેતર


એ શબ્દોનું વાવેતરનો લહેરાતો પાક કરે છે સહુને સ્પંદિત

જ્યાં શબ્દો પામતા હોય છે વેદના સંવેદનાનું ખાતર


પ્રેમી પંખીડાના શબ્દોનું વાવેતર હોય છે માસૂમિયત ભર્યું

હોય છે એમાં ઉમ્રનો કેફ અને શબ્દો હોય છે નશા સભર


સંત, મહંત અને શૂરાના શબ્દોનું વાવેતર હોય છે માણવા લાયક

પાળિયાઓ માં પણ પુરી શકે પ્રાણ એવું હોય છે ખમતીધર


ઉમ્રની મોસમ પ્રમાણે, શબ્દોના વાવેતરની બદલતી હોય છે ખેતી

બાળ સાહિત્ય, રોમાંચ, રોમાંસ અને ભક્તિની તય થતી હોય છે સફર


‘સૌરભ’, કિસ્મત છો ને રમે આપણી સાથે, આપણા શબ્દોને મળશે અસર

શબ્દોના વાવેતરમાં જો જો, નથી રાખવાની ક્યાં કોઈ કસર


Rate this content
Log in

Similar gujarati poem from Abstract