ચુંબકીય
ચુંબકીય
દરેક સંબંધમાં આગવો લગાવ હોય છે
દરેક સંબંધમાં ચુંબકીય પ્રભાવ હોય છે,
કુદરતી રીતે મા સાથે સંબંધ હોય છે નાળનો
મા સાથેનાં સંબંધમાં ચૂંબકીય ભાવ હોય છે,
પિતા – પુત્રીના સંબંધ હોય છે ભાવ જગતમાં સહુથી અલગ
પિતા – પુત્રીનો સંબંધ સર્વ રીતે ઉમરાવ હોય છે,
ભાઈ ભાઈ કે ભાઈ બહેનના સંબંધો હોય છે નિરાલા
ભાઈ ભાઈ અને ભાઈ બહેનના સંબંધમાં સદ્વભાવ હોય છે,
તુમ્હી સે મોહબ્બત, તુમ્હી સે લડાઈની અનેરી વાત હોય છે
પતિ - પત્નીના સંબંધમાં, છેલ્લા શ્વાસ સુધી લગાવ હોય છે,
દોસ્તો હોય સાથે તો પછી દુનિયા હોય છે આપણી અલગ
દોસ્તીના સંબંધમાં હોય હક સાથેની ગાળાગાળી અને મીઠો ટકરાવ હોય છે.