STORYMIRROR

Sunita Pandya

Abstract Others

4.0  

Sunita Pandya

Abstract Others

કનેક્શન

કનેક્શન

1 min
85


 થઈ ગયું હતું જાગૃત સેન્સર બંને તરફનું

૩G,૪G નહિ ૬S (૬થ સેન્સ) ગતિથી ભાગતું હતું નેટવર્ક,

સેન્સર પોલ્યુશનવિહીન હતું એટલે કનેક્શન ફૂલ હતું નેટવર્કનું.


વાચાઓ ફૂટી હતી નેટવર્કને, 

અને એ તો હવામાં કૂદતું હતું.

ને ધરા પર ટ્રાન્સફર થતું હતું.


બેટરી વાચાથી ચાર્જ થતી હતી,

એટલે જ તો ચાર્જર બેકાર બન્યું હતું.

એયરફોન ક્યારેક બનીને વાચા,

એકલી એકલી ગુનગુનાતી હતી.


અનલિમિટેડ પેકનું રિચાર્જ હતું,

તેથી ઉજાગરા નડતા નહી.

***

અચાનક ડગમગી ગયું નેટવર્ક કનેક્શનનું !

જોકે અચાનક તો માત્ર દેખાયું હતું બહારની દુનિયાને,

લોડિંગ તો લેતી હતી ઘણાં મહિનાઓ પહેલાંથ

ી સિસ્ટમ

હેંગ તો થતી હતી ઘણાં મહિનાઓ પહેલાંથી જ સિસ્ટમ.

પરંતુ કનેક્શનમાં આવેલી એરર સોલ્વ થવાનું નામ નહોતી લેતી. 


દેખાતી ઝગમગાટ અચાનક થઈ ગઈ ઝાંખી એક દિવસ !

સિસ્ટમ થઈ ગઈ હતી લોક ડિવાઇસની,

ને ચાવી કોઈ બીજું લઈને ફરતું હતું.

ચાવી શોધવાની સમજણ નહોતી,

એડિટ કરીને માહિતીને શેર કરતું હતું કોઈ,


ને એને પારખવાનું ભૂલાઈ ગયું હતું

કનેકશન રિટ્રાય થવા માંગતું હતું,

ને કાચો કાન મ્યુટ થયું હતું.


એપ્લિકેશન વધી ગઈ હતી સિસ્ટમની,

સિસ્ટમ અપડેટ થવા માંગતું હતું.


પરંતુ પ્રાયોરિટી આપીને મેનેજ કરવાનું ભૂલાઈ ગયું હતું !

અને થાકીને એક દિવસ કનેક્શન થઈ ગયું હતું ડિસકનેક્ટ ! 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract