STORYMIRROR

Twisha Bhatt

Abstract

3  

Twisha Bhatt

Abstract

પતંગ

પતંગ

1 min
296

રંગીલા મનનાં ઓરતાં સમા,

પંચરંગી કાગળના મજાના ટુકડા;

સળીઓની સાંઠગાંઠ વચ્ચે,

દોરની લગામના છે મોટા ભભકા,


પંખીની માફક મુક્ત વિચરતો,

મદમસ્ત બની એ ગગન ચૂમતો;

શીશ ઉઠાવી જતો વાદળ પાર,

પતંગ છે આ તો ના માને હાર,


આભને પોતાનું રજવાડું સમજતો,

મનમોજી એવો તે ફરફર ફરકતો;

વિપક્ષી કોઈ આવે અડફેટે તો,

પેચ લડાવી એને ભોંયે પછાડતો,


આમ તો મોજીલો રહેતો હંમેશા,

છતાં દીસતો એ ખૂબ જ પાંગળો;

અસ્તિત્વ માટે સહારો લેતો કેટલાંયનો,

આભ,પવન ને દોર એને કરતાં બેબાંકળો,


આભ‌ વિના ઊડવું છે મુશ્કેલ,

દોર વિના ધરતી સાથે નહિ મેળ;

પવન ફંગોળે દિશાહીન કરે એને,

સૂકા પર્ણ સાથે જાણે એનો મનમેળ,


જિંદગીની પણ આવી જ ઘટમાળ,

પગેપગ કસોટી ને અપેક્ષાઓ અપાર;

આવકારો હસતાં તો થાય બેડો પાર,

બાકી તો બધું વ્યર્થ જ કહેવાય,


Rate this content
Log in

Similar gujarati poem from Abstract