STORYMIRROR

Twisha Bhatt

Abstract

3  

Twisha Bhatt

Abstract

વહુ છે એક દીકરી

વહુ છે એક દીકરી

1 min
191

શૈશવથી જવાનીમાં ડગ માંડ્યાં ઘરમાં,

ખેલી-કૂદી મોટી થઈ જે પરિસરમાં;

પ્રેમ ને સ્નેહે ઉછરી મા- બાપની લાડકવાયી,

લગ્નના તાંતણે બંધાઈ થઈ થાપણ પારકી,

એટલે જ કહેવાય વહુ છે એક દીકરી,


સ્વજનોને છોડી આવે છે એ નવા ઘરમાં,

પારકાંઓને હોંશે પોતીકાં બનાવવાં જીવનમાં;

સુંદર સ્વપ્નો ને આશાઓ સાથે એક દીકરી,

શોભે થઈ કોઈના ઘરની ગૃહલક્ષ્મી,

એટલે જ કહેવાય વહુ છે એક દીકરી,


ઘર-આંગણની એ તો શોભા કહેવાય ને,

તુલસી ક્યારે રોજ દીવા થાય;

સંધુય સંભાળતી રહેતી હંમેશ,

 દુઃખ છૂપાવી સ્મિત વેરતી સદાય,

 એટલે જ કહેવાય વહુ છે એક દીકરી,


પ્રેમ,આદર ને સ્નેહ સદા સૌને આપતી,

 બદલામાં માત્ર એ તો પ્રેમ જ માંગતી;

રૂપિયા-પૈસાનો નથી હોતો એને લોભ,

ન્યોછાવર કરે જીવન જો કરો પ્રેમ અમોઘ,

 એટલે જ કહેવાય વહુ છે એક દીકરી,


કટુવચનો ને ઘૃણાની કરશો નહિ લ્હાણ,

દુભાય એની લાગણી એવું વર્તન ન થાય;

અંતર ના રાખો પુત્રી ને પુત્રવધૂમાં,

પુત્રથી પણ છે વધુ એને પુત્રવધુ કહેવાય,

એટલે જ કહેવાય વહુ છે એક દીકરી,


સમજી શકો સાનમાં તો મારું કહેવું છે આ,

 શાંતિ ને સમૃદ્ધિનું સચોટ વિધાન છે આ;

કોઈની દીકરીને પોતાની કરી તો જુઓ, સાહેબ !

 ધન્ય થશે જીવન ને મહેકશે ઘરનો બાગ,

 એટલે જ કહેવાય વહુ છે એક દીકરી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract