દિલની સગાઇ
દિલની સગાઇ
પ્રેમના તાંતણે બંધાઈ રહ્યાં અમે,
પ્રીત કેરો પડછાયો બની રહ્યાં અમે.
એકમેકના હોઠે સ્મિત બની હસ્યાં અમે,
શ્વાસમાં સુગંધ જેમ ભળી રહ્યાં અમે.
હ્રદય તણાં ધબકારમાં ગૂંજી રહ્યાં અમે,
નસ નસમાં પ્રેમ બની વહી રહ્યાં અમે.
મતભેદ તણી ગાંઠો ઉકેલતાં રહ્યાં અમે,
મનભેદને સદા આઘાં ઉલેચતાં રહ્યાં અમે.
વ્યવહાર-વિચાર ભિન્ન છતાં સમજતાં અમે,
સાચી છે દિલની સગાઇ એ ભાંખી રહ્યાં અમે.
મનના રાજમહેલમાં સ્થાન મેળવી રહ્યાં અમે,
માટે જ તો એકમેક સંગ જોડાઈ રહ્યાં અમે.
