STORYMIRROR

Twisha Bhatt

Abstract

4  

Twisha Bhatt

Abstract

એક પળ

એક પળ

1 min
313

દુન્યવી અફડા તફડી વચ્ચે, એકાંતની એક પળ મને માંગે;

આત્મઝાંખી કરી સ્વાનુકરણની, તકભરી એક‌ પળ મને માંગે,


મનની વાત- આત્માનો સાદ, સમજવાની એક પળ મન માંગે;

દિલના ઝરૂખે ડોકાતાં પ્રેમના, અહેસાસની એક પળ મન માંગે,


શ્વાસની સરગમ- હૃદયનો નાદ, સૂણવાની એક પળ મન માંગે;

અવિરત કર્મયોગી કાયાના, આરામની એક પળ મન માંગે,


હૈયાનાં ઉમંગની અભિવ્યક્તિ, માણવાની એક પળ મન માંગે;

કલ્પનાના સાગરમાં રહેલી, વાસ્તવિકતાની એક પળ મન માંગે,


મુક્તપણે અલ્લડ જિંદગી, જીવવાની એક પળ મન માંગે;

જગની આ માયાજાળમાંથી, બચવાની એક પળ મન માંગે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract