STORYMIRROR

Twisha Bhatt

Inspirational

4  

Twisha Bhatt

Inspirational

લક્ષ્ય

લક્ષ્ય

1 min
254

જન્મ ને મૃત્યુ છે જીવનની ઘટમાળ,

એની વચ્ચે જ જિંદગીની ઓળખાણ;

જીવીએ તો એવો ઉદ્દેશ્ય લઈને કે,

જેથી મરણપર્યંત પણ‌ નામ વાગોળાય.


કાગ-વાઘની જેમ જીવવું એ નથી જીવન,

લક્ષ્ય પાછળ ગાંડું થાય એ જ માનવજીવન;

મહત્વકાંક્ષાની કેડી પર અડગ ચાલવા,

પ્રયત્ન, પ્રારબ્ધ ને લક્ષ્ય છે અમૂલ્ય સાધન.


લંગડા ઊંચા શિખરો સર કરી જાય,

લૂલાં પણ સુંદર ચિત્રો રચી કમાય;

આ સફળતા છે દ્રઢ નિશ્ચયનું પરિણામ,

સ્વપ્નોને સાકાર કરે દઈ ચોક્કસ પ્રમાણ.


અણનમ લક્ષ્ય જ છે જીવનનો આધાર,

પ્રયત્ન કરો તો મળે ધ્યેય સદાય;

મનસ્વી કહે સદા રહો પ્રયત્નશીલ તો,

લક્ષ્યની કેડી પર પ્રગતિની ઝાંખી વર્તાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational