મન લગાવી દે
મન લગાવી દે
આજ તું મન લગાવને શીખી લે,
કાલે તું એક ઉત્તમ મનુષ્ય બનીલે.
સિદ્ધ કર તું તારા સ્વપ્નો,
ને સફળતાના દ્વાર તું ખોલીલે.
વિશ્વાસ રાખ તું ખુદ પર,
ને થોડી વિપદાને તું ખમીલે.
કર તું થોડું સાહસ ને થોડું મહેનત,
સક્ષમ બની તું દુનિયા જીતી લે.
આશ રાખ તું તારા દિલમાં,
ને આજે મુશ્કેલીને વેઠી લે.
ફરી નવા સૂર્યોદયથી તું શરૂઆત કર,
તારા સુંદર સ્વપ્નોને તું સફળ કર.
આવશે તો ઘણા કાંટા તારા માર્ગમાં,
પણ તું જરૂર પહોંચજે તારા સફળતાના માર્ગમાં.
