લેખાજોખા
લેખાજોખા
અજબ છે તારી લીલા શામળિયા,
નિત્ય રચે નવા ખેલ,
ખેલ નિત્ય રચે નવા ખેલ.
લેખાજોખા કર્મોનાં કાઢી,
કર્મો ને લેતો તું વાઢી,
એકને ઘેરે દોમ દોમ સાહ્યબી,
મોજ ને લીલાલ્હેર,
બીજાંને આભ ને ધરતી,
તેની તો કિસ્મત ન ફરતી.
ગાડી મોટર ને વાડી, બંગલા
રૂપિયા તણો અંબાર,
બીજો રહે વાટે ભટકતો,
જીવન કેરે પગથાર,
નજરુંની સામે વાનગીઓ રે'તી,
તો દીધી ન એને ભૂખ,
બીજો શોધે ઉકરડે જઈને,
ભરે પેટ એઠું શોધીને.
સવામણની તળાઈ ઉપર,
નીંદરડી થાતી હરામ,
ઓશીકુ પાણાંનું લઇને,
બીજો કરે છે આરામ.
કિસ્મતનુ પાસું ક્યારે પલટે,
જાણી શકે ના કોઈ.,
રંક તો રાય બને છે,
રાય બને છે રંક.
કિસ્મત કેરુ પાંદડું નંદી,
પવન ઝોકે બદલાય,
કરમો કેરા લેખાજોખાંમાં,
ફેરબદલ ના થાય.
