હરિનું ભજન
હરિનું ભજન
કરીએ હરિનું ભજન
તો વધે પુણ્યનું વજન
ગઈ સંભળાવો ભાવથી
તો એ સ્વયં કરશે જતન
ચાલો કરીએ હરિનું ભજન
રાગ રાગીણી તાલ તમ્બુરા
ચોક્કસ રિઝવે મન
મનવીણા વીણહરિ ના રિઝે
રિઝે જો અશ્રુ નયન
કરીએ એવું હરિનું ભજન
મંદિર દેરે સંગમ ઘાટે
ક્યાં મળશે હરિનું સદન ?
છે હાજર ને અહીં જ એ
માનો તો મળશે સ્પંદન
ભાવે કરીએ હરિનું ભજન
જટાલટા ધારી સૌ બેઠા
શ્રી રામ ઘૂમ્યા જે વન
પણ એઠું શબરીનું ખાધું
ભાવ જ યજ્ઞ હવન
કરીએ ભાવથી હરિનું ભજન
મીરાં નરસિંહ સૂર કબીર
ક્યાં શીખ્યા યોગ યજન ?
બસ તાર હૃદયના છેડી પામ્યા
ધરણીધર ચરણ
માટે કરીએ હરિનું ભજન.
