પહેલો વરસાદ
પહેલો વરસાદ
વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે
પહેલા વરસાદની શરૃઆત થઈ રહી છે,
ભીની માટીની સોડમ ગમી રહી છે
વીજળી અને વાદળની સાંઠગાંઠ થઈ રહી છે,
લાગણીઓ મારી આજે ઝૂમી રહી છે
હૃદયમાં કોઈ હલચલ થઈ રહી છે,
કાળા ડિબાંગ વાદળને દિશા મળી રહી છે
તપતી ધરતી આજે શ્વાસ લઈ રહી છે,
વરસતા વરસાદમાં નવી રચના આકાર લઈ રહી છે
પહેલા વરસાદની શરૂઆત થઈ રહી છે.
