STORYMIRROR

Nrupesh Shah

Inspirational Others

4  

Nrupesh Shah

Inspirational Others

હવા..

હવા..

1 min
331

હવા સાથે લહેરો પર સવાર થવા માંગું છું 

દરિયાના મોજાને આજે માપવા માંગું છું,


હવા સાથે ગગનમાં સેર કરવા માંગું છું 

પંખીઓની નજરથી જગતને જોવા માંગું છું,


હવા સાથે વાદીઓમાં ટહેલવા માંગું છું 

વરસાદ બનીને ધરતીને ભીંજવવા માંગું છું,


હવા સાથે શાંત જળમાં રચના રચવા માંગું છું 

બીજા કોઇને નહીં આજે મને જોવા માંગું છું,


હવા સાથે ધૂળની ડમરી બનવા માંગું છું 

જગતનો ખૂણેખૂણો આજે જોવા માંગું છું,


હવા સાથે સૂકા પતાની જેમ ઊડવા માંગું છું 

હૃદયની લાગણીને આજે શબ્દોમાં ભરવા માંગું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational