બે ઘડી
બે ઘડી
ચલ જીવી લઈએ
નવરાશની પળ માણી લઈએ
યાદોના પિટારા ખોલી લઈએ
થોડી હૈયાવરાળ કાઢી લઈએ
બે ઘડી ચલ જીવી લઈએ...
મનની વાત મનને કરી લઈએ
સમયને આંખોમાં ભરી લઈએ
ચલ થોડા સપના જોઈ લઈએ
આકાશમાં ઉડાન ભરી લઈએ
બે ઘડી ચલ જીવી લઈએ...
કહ્યાં વિના થોડુ સમજી લઈએ
મૌનને શબ્દોથી ભરી લઈએ
હૃદયના તારને સાંભળી લઈએ
ચલ થોડી હૂંફ ભરી લઈએ
બે ઘડી ચલ જીવી લઈએ...
સમી સાંજે ઝૂલા ઝૂલી લઈએ
હાથના સ્પર્શને માણી લઈએ
વરસતા વરસાદમાં આંખો ભીંજવી લઈએ
ભીની માટીની મહેક માણી લઈએ
બે ઘડી ચલ જીવીએ.

