STORYMIRROR

mahadev ke diwane mohit makwana

Inspirational Others

4  

mahadev ke diwane mohit makwana

Inspirational Others

હર હર મહાદેવ

હર હર મહાદેવ

1 min
658

સ્મરણ કરતાં પાતક ટાળે હર હર મહાદેવ

જીવને શિવ પ્રતિ જે વાળે હરહર મહાદેવ, 


પંચાક્ષરના જાપમાં રહ્યું સાફલ્ય જીવનનું,

ઊઠતા અહંને એ ઓગાળે હરહર મહાદેવ, 


ગ્રંથિ છૂટે સ્વાર્થની વિશ્વ કલ્યાણના વિચારો,

વિધિના અવળા લેખ ટાળે હરહર મહાદેવ,


નથી દાતાર શિવ સમા જગતમાં મળનાર,

ભક્ત આશા પૂરે તત્કાળે હરહર મહાદેવ, 


માયું વર દેનારા શિવજી અવઢર દાની છે,

છોડાવે જે જગઝંઝાળે હરહર મહાદેવ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational