ગામની વાટે
ગામની વાટે
1 min
166
ગામની વાટે નીકળી પડ્યો છું આજે,
ઘણા સમયથી જે વાટની રાહ જોઈ,
એ વાટે નીકળી પડ્યો છું,
આ ઘોંઘાટ ભર્યા શહેરમાંથી,
ગામની નિરવ શાંતિ તરફ,
ઊંચી ઊંચી ઈમારતોથી,
ખુલ્લા ખેતરો તરફ,
ડામરનાં પાકા રસ્તા પરથી,
ખેતરની કેડી તરફ,
લાખોની ભીડમાં,
એકલતાનો અનુભવ થતાં,
થોડાક પોતાના વચ્ચે,
પોતાના માટે,
ચાલી નીકળ્યો છું,
આજે ગામની વાટે.