કોકટેલ જિંદગી
કોકટેલ જિંદગી
સૂરજના સોનેરી ઝગમગતા કિરણોમાં,
જિંદગી કોકટેલ છે, ઝાકળની બુંદમાં !
ખીલતા ગુલાબની મ્હેંકતી ફોરમમાં,
જિંદગી કોકટેલ છે, ફૂલોના રસમાં !
મંદમંદ વા'તા એ વાસંતી વાયરામાં,
જિંદગી કોકટેલ છે, પાનખરે પર્ણમાં !
ઝરમર વરસતી આ વરસાદી પળમાં,
જિંદગી કોકટેલ છે, માટીની સુગંધમાં !
સરકતી વહેતી કિનારાની રેતમાં,
જિંદગી કોકટેલ છે, સાગરની લહેરમાં !
સંગીતના સૂરોની રંગીન મહેફિલમાં,
જિંદગી કોકટેલ છે, શબ્દના લયમાં !
ટમટમતા તારલાની રોશની રાતમાં,
જિંદગી કોકટેલ છે, છલકાતા જામમાં !
જીવનની મઝધારે આથમતા મેળામાં,
જિંદગી કોકટેલ છે, મોતની આગોશમાં !
