STORYMIRROR

Dina Chhelavda

Inspirational

4  

Dina Chhelavda

Inspirational

સ્ત્રી

સ્ત્રી

1 min
505

અબળા નથી, સબળા છું

સ્વતંત્ર વીર-સેનાની છું,


જન્મ લઉં છું, જન્મ દઉં છું

મમતાનો મહાસાગર છું,


ભગિની છું હું પ્રિયા છું

સ્વમાની હું માનુની છું,


સુહાગિની છું ગજગામિની છું

શર્મિષ્ઠા છું હું ગર્વિષ્ઠા છું,


ગ્રૃહે ગૃહલક્ષ્મી હું રાજે રાજલક્ષ્મી છું 

રણમાં રણચંડી હું કાલરાત્રિ ભવાની છું,


સ્વાવલંબી છું પ્રકૃતિ હું

પ્રિયદર્શિનિ હું રાસેશ્વરી છું,


લક્ષ્મીરૂપે અવતરતી હું

જગતની અધિષ્ઠાત્રી છું,


મીરાં છું હું રાધા છું

કૃષ્ણની હું મોહિની છું,


નર ને પણ જન્મ લેવા કાજે

હું નારાયણી જન્મદાત્રી છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational