STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

શ્રીહરિ હશે

શ્રીહરિ હશે

1 min
225

મારા અંતરને વાંચનાર શ્રીહરિ હશે,

ને ઉરભાવ સમજનાર શ્રીહરિ હશે,


માયાસક્ત થઈ જગઝંઝાળે હું હારું,

ત્યાંથી પાછા વાળનાર શ્રીહરિ હશે,


નિરાશાને નિષ્ફળતા જ્યાં ઘેરી વળે,

આશાદીપ જગાવનાર શ્રીહરિ હશે,


ભયમાં મૂકાય જ્યારે જીવન મારુંને,

એ સમયૈ સંભાળનાર શ્રીહરિ હશે,


ઘોર અંધકાર છવાઈ જાય રાહમાં ને,

ત્યારે પ્રકાશપુંજ થનાર શ્રીહરિ હશે,


અસત્યનું આવરણ જ્યાં ઘેરી વળે,

મુજ સત્ય સદા રક્ષનાર શ્રીહરિ હશે,


ભૂલો પડી જાઉં કર્મપથમાં દિશાહીન,

માર્ગની દીવાદાંડી બનનાર શ્રીહરિ હશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational