STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

ગુરુ મહિમા

ગુરુ મહિમા

1 min
250

મહિમા તમારો ગુરુજી કેમ ગાઉં,

હું તો શરણે પડીને બસ મનાવું,


હરી અજ્ઞાન અજવાળાં પાથર્યાં,

પોતાના ગણી અમને આવકાર્યાં,

બીજે ક્યાં હું હરિ ગોતવા જાઉં ?..મહિમા,


સત્યની રાહ બતાવી તમે અમને,

ષડરિપુથી ઉગાર્યું તમે જગતને,

તમારો હું અનુચર હવે થાઉં....મહિમા,


હરિ દર્શનની હો મારે તાલાવેલી,

પૂરણ કરો તમે ઈચ્છા એ પહેલી,

હરિવિણ હું જગમાં તડપાઉં..મહિમા,


કૃપાદ્રષ્ટિ કરો ગુરુવર દયાનિધિ,

હરિરસની મેં તો પ્યાલી રે પીધી,

ઈશથી અધિક તમને ગણાવું..મહિમા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational