પારકી પંચાત
પારકી પંચાત
જે ઉજવે એને વિશ કરો,
એમાં ક્યાં કોઈને વાંધો છે
દિવાળી એ જો જો ના ભૂલતા
કરશો હમણાં તો વાંધો છે,
શાદી બેગાની, થઈ દીવાના
રાચવાનો ભલે જમાનો છે
મહત્તા આપણી રખે ગુમાવો
ગુમાવશો તો વાંધો છે,
નવી પેઢીમાં બહુ પ્રચલિત
ઈમ્પોર્ટેડ તહેવારો છે
મર્મ ધર્મનો ભૂલશે નક્કી
ભૂલવા દેશો તો વાંધો છે,
હાનિ લાભ ના પાક્કા હિસાબી
કાચો અહીં કેમ સરવાળો છે ?
દેખાદેખીના ચક્કરમાં
અટવાશો તો વાંધો છે,
કોકટેલ ફ્યુઝન ને હાઇબ્રિડ
માણો સઘળું, એ સુધારો છે,
સંસ્કૃતિનું ય સંકરણ ?
જો કરશો તો વાંધો છે.