વિજય
વિજય
એમ સમય ને કે હું ચૂકી ગયો
હંફાવી મને એ જીતી ગયો,
હાર શીદ માનું અમસ્તો
કૈંક રમતમાં એ શીખવી ગયો,
ભલે મલકાઈ ને એ ગયો
પણ હું ય ક્યાં અટકી ગયો,
અનુભવ કેરું દિવ્ય અસ્ત્ર
મુજ હાથ એ જ મૂકી ગયો,
તૈયાર હું ય એવો થયો
પેચ દાવ સામે છે નિત નવો,
તખ્ત ખુદ એ અપાવશે
તપી અગ્નિ જવાળે કંચન થયો.
