શ્રાવણ
શ્રાવણ
કોઈ ખાનપાનમાં નાખે છે,
કોઈ નાચ ગાનમાં ફેંકે છે
કોઈ ઠાઠ માઠમાં રાચે તો,
કોઈ માન પાનમાં નાચે છે,
દેખાદેખી ચડસા ચડસી
કોઈ વ્યસન ટશનમાં વેડફે છે
પછી માસ શ્રાવણ આવતા જ
મહોરું ડા'પણ નું પહેરે છે
કોઈ દ્વેષ ભાવમાં ચર્ચે છે,
દૂધ શિવલયે શીદ ખર્ચે છે ?
ભૂખ્યા દુઃખિયાનું નામ ધરી,
પૂજન અર્ચનને નિંદે છે,
ધ્વન્દ તંત સૌ બાળીને
અલ્પ મતિને ટાળીને,
સૂઝબુઝથી ભાળીને,
એક વાતને જાણી લે,
ધર્મ વિરોધી કુતર્ક લીન સૌ,
છળ કપટમાં કણસે છે
જે ધર્મ કર્મમાં માને છે એ જ
દાન ધર્મમાં અર્પે છે,
આ સૃષ્ટિને એ પાળે છે
પોષી તોષી સંભાળે છે
કરી જો પૂજન તુંય અલ્યા
જે માણે છે એ જાણે છે.
