STORYMIRROR

Mr. Pathak Music

Inspirational

4  

Mr. Pathak Music

Inspirational

ગુરુ કરાવે

ગુરુ કરાવે

1 min
368

જન્મ આપે એ માં,

સાચવે શ્વાસપર્યન્ત છોરું

દઈ નવોજન્મ નિખારે 

મોક્ષ પર્યન્ત એ ગુરુ,


 કર્મ ને પ્રારબદ્ધાધીન

 વિષચક્રથી જો ડરું 

એ ચક્રવ્યૂહ ભેદવાની

કુંજી એટલે ગુરુ,


ઝાક ઝમાળ માયાવી

જ્યાં રેલાવે આંખ અંધારું

બોધી તોક ને સાનમાં

ઓલવે અંધારું ગુરુ,


 વિષમ વિષયની કેડીએ,

 ડગ માંડતા લડખડુ

શીદ ડરું લગીરે હું અભય

પથ પ્રહરી સ્વયં સદગુરુ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational