આવ્યો પરગ્રહવાસી
આવ્યો પરગ્રહવાસી
આવ્યો પરગ્રહવાસી એક,
ફરવા પૃથ્વી સુધી છેક.
સાંભળી'તી ધરતીની વાતો અનેક,
ને આવી પહોંચ્યો ભારત દેશ.
જોયા પહાડ, નદી, સાગર, ઝરણાં,
જંગલોમાં નાચતાં ગાતાં હરણાં.
ગર્વિલો હિમાલય શિરે શોભતો ને,
સ્નેહે સાગર ચરણ પખાળતો.
પ્રેમની પ્રતિમા સમો તાજમહલ,
તહેવારોમાં ગૂંજતી ચહલ પહલ.
ભાષા, ધર્મ, ખાન- પાન છે અનોખાં,
તોય અહીંના લોકો ક્યાં છે નોખાં !
લોકો જીવતાં એકબીજાને કાજ,
પૈસા નહિ, પ્રેમનું ચાલતું અહીં રાજ.
ઋતુઓના આનંદ સૌ કોઈ માણતા,
પારકી પીડાને પોતાની જાણતાં.
અવિરત વહેતો પરીવારમાં સ્નેહ,
ભલે કદી કદી થાય થોડો કલેહ.
હા, થોડી લાંચ રૂશ્વત ને છે દગાખોરી,
તોય સત્ય ઈમાનથી ભરેલી છે તિજોરી.
સાંભળી હતી એ ભારતમાં આંખે જોઇ,
વિચારે એ,અમે મશીનોમાં લાગણી ખોઇ.
