સફળતાની સીડી
સફળતાની સીડી
સફળતાએ તો સ્વર્ગની સીડી,
દાણો દાણો ભેગો કરે સર્વે કીડી.
મફત નથી મળતી કટ ને મીડી,
મહેનતથી સર્વ ફૂકોને બીડી.
મહેનત કરતા ક્યારેક જઈએ પડી,
પણ જ્ઞાન સાથે ક્યારેક લઈએ લડી.
મહેનત કરવાની સૂઝ મને જડી,
સફળતા મારી પાસે આવી દડી.
રાત દિવસની મહેનત ક્યારેય ન નડી,
સફળતાની આજે આવી ઘડી.
