STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Inspirational Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Inspirational Others

સૌથી સવાયો માનવ

સૌથી સવાયો માનવ

1 min
315

સૌથી સવાયો બન્યો આજ માનવ,

બધે એ છવાયો બન્યો તેજ માનવ.


ધરાનું નિકંદન કરી ના ધરાયો,

છે પરગ્રહ રવાડે ચડ્યો આજ માનવ.


નથી તોડી શકતો જે વાડા ધર્મના,

પડળ ખોલવા આભે મથ્યો આજ માનવ.


ઉડે આસમાને એ ઉડતી રકાબી,

ન જાણે શું શોધી રહ્યો આજ માનવ.


ઉકેલે એ બ્રહ્માંડ કેરાં રહસ્યો,

બીજા ગ્રહમાં જઈને ઊભો આજ માનવ.


જૂદી ત્યાં છે ધરતી જૂદાં એ જીવો છે,

જૂદી જિંદગીને મળ્યો આજ માનવ.


છો મેળવતો ધાર્યું હંમેશા જીવનમાં,

છતાં એક પુદ્ગલથી હાર્યો આજ માનવ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational