સમય
સમય
સમય છે, ભાઈ મારા સૌનો બદલાય છે,
આજેનો અભિમાની રાજા, કાલે રંક બની જાય છે.
બહું હવામાં ઉડતો આજે ભોંય પછડાય છે,
અક્કડ થઈ ચાલતો, બહુ ઠોકરએ ખાય છે.
કાલે મહેલમાં ફરતો, આજે ઝૂંપડીએ જાય છે,
કાલે મોટરમાં ફરતો, આજે ચાલતાં એ જાય છે.
એશ-આરામમાં રાચતો, આજે ઘર-ઘર ઠોકર ખાય છે,
પકવાન આરોગતો, આજે સૂકો રોટલો પણ ખાય છે.
કાયમ પાસે રહેનારા મિત્રો પણ દૂર થતાં જાય છે,
બીજાને અપમાનીત કરનાર, હવે ખુદ અપમાનીત થાયછે,
ગરીબ પણ જાત મહેનત થકી અમીર બની જાય છે,
સમયનું છે આં એવું ચક્ર, જે કાયમ ફરતું જાય છે.
