STORYMIRROR

Twisha Bhatt

Drama

4  

Twisha Bhatt

Drama

બાળકો સૌને લાગે બહુ પ્યારાં

બાળકો સૌને લાગે બહુ પ્યારાં

1 min
278

નાના મહેમાનના આગમનના સમાચાર મળતાં,

સૌના હૈયે અઢળક હેત ને હરખ છલકાતાં,

નવજાત શિશુને સૌ હોંશે ને પ્રેમે વધાવતાં,

આ બાળકો સૌને લાગે બહુ પ્યારાં !


કાલીઘેલી ભાષા ને બોલીથી એ સૌને રિઝવતાં,

બાખોડિયાં ભરતાં, પડતાં આખડતાં તોયે હસતાં,

આડાં અવળાં ડગ માંડીને ચાલતાં શીખતાં,

આ બાળકો સૌને લાગે બહુ પ્યારાં !


નખરાં કરતાં કાયમ ને સૌના મન મોહી લેતાં,

ભોળા ચહેરાની આડમાં ભારે તોફાન છૂપાવતા,

સદાય પોતાની મસ્તીમાં મસ્તમગન એ રહેતાં,

આ બાળકો સૌને લાગે બહુ પ્યારાં !


માન- અપમાન ને સાચાં- ખોટાંની ના એને ખબર,

ના કોઈ પ્રત્યે રાગ-દ્વેષ, ના જવાબદારીની ફિકર,

સૌની સાથે કાયમ હસતાં ને રમતાં એ હરદમ,

આ બાળકો સૌને લાગે બહુ પ્યારાં !


Rate this content
Log in

Similar gujarati poem from Drama