STORYMIRROR

Twisha Bhatt

Others

4  

Twisha Bhatt

Others

તું કેમ બદલાઈ ગયો ?

તું કેમ બદલાઈ ગયો ?

1 min
313

સમયની સાથે ડગ ભરતો ગયો,

પરિસ્થિતિ અનુસાર વર્તતો થયો;

લાગણીભર્યા સંસ્મરણો વાગોળતો છતાં,

આજે તું કેમ બદલાઈ ગયો ?


મનની સાથે સમાધાન કરી લીધું ને,

બુદ્ધિની શરણાગતિ સ્વીકારતો થયો;

પૈસાની પાછળ દોડતાં સંબંધોનો સોદો કર્યો,

આજે તું કેમ બદલાઈ ગયો ?


સ્વાર્થ ને માયામાં ખોવાઈ પારકાંઓને નમ્યો,

જે કદી મારા ન થાય હું એમનો થયો;

દુન્યવી જંજાળમાં પોતીકાંને અવગણતો રહ્યો,

 આજે તું કેમ બદલાઈ ગયો ?


ખરી કરૂણતા તો એ છે આ કળિયુગની,

ઈશ્વરથી પણ પર પોતાને માનતો થયો;

જેણે તમને ઘડ્યા એમને તું બનાવતો થયો,

 આટલો તું કેમ બદલાઈ ગયો ?


Rate this content
Log in