આપણું ઘર
આપણું ઘર
વિધ વિધ અનેરા સંબંધોથી ઓપતું,
લાગણીઓની આભાથી ઝળહળતું;
પ્રેમને હૂંફ ની છાયામાં સચવાતું,
એ જ છે આપણું ઘર મજાનું.
વડીલોની છત્રછાયામાં શ્રેષ્ઠ બનતું,
શિષ્ટાચાર- અનુશાસનથી શિસ્તબદ્ધ થતું;
મા-બાપના સંસ્કારને આશીર્વાદે શોભતું,
એ જ છે આપણું ઘર મજાનું.
ભાઈ-ભાંડુંની રમતો ને તોફાનોથી ગાજતું,
રિસામણાં- મનામણાંની ઘટમાળે જોડાતું;
જતું કરી એકમેક સાથે રહેતાં શીખવતું,
એ જ છે આપણું ઘર મજાનું.
ભાગદોડ ભરી જીંદગીમાં વારંવાર ડખરાતું,
સમયની તંગી ને સંસાધનોની માયામાં ડૂબતું;
તૂટીને વિખરાઈ જાય એ પહેલાં સાચવજો,
એ જ આ આપણું ઘર મજાનું.
