STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

આંધળી દોટ

આંધળી દોટ

1 min
330

દુનિયામાં અત્ર તત્ર સર્વત્ર છે પ્રેમની લાગણી

બધા તેમાં લગાવે છે વ્હાલપની મીઠી ડૂબકી

છતાં પૈસાની પાછળ દોટ મુકે છે એ આંધળી


માતા-પિતાના હેતમાં સૌ ભૂલી જાય સઘળું

પરિવાર વિનાનું જીવન જાણે લાગે એકલું

છતાં પૈસાની પાછળ દોટ મુકે છે એ આંધળી


ધરતી પરના માનવી છે સરખા આ જગમાં

સૌને ઈશ્વરે મનુષરૂપી દેહથી સુંદર અવતર્યા

છતાં પૈસાની પાછળ દોટ મુકે છે એ આંધળી


ભૌતિક સુખ સંપત્તિ એ તો ક્ષણિક સુખ જનમાં જનમાં

પૈસા થકી તો બાહ્ય દેખાવ થાય છે સૌ માનવામાં

છતાં પૈસાની પાછળ દોટ મુકે છે એ આંધળી


ઈશ્વર છે સૌ માનવનાં આત્મામાં વસેલા

તેના થકી જ ચાલે છે સઘળા કાર્યો ધરતીના

છતાં પૈસાની પાછળ દોટ મુકે છે એ આંધળી


માનવ માનવના સંબંધો ખૂબ મોંઘેરા આપ્યા

એમાં પણ મિત્રો પરિવાર થકી સૌ એકમેકના

છતાં પૈસાની પાછળ દોટ મુકે છે એ આંધળી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational