અમે ગુજરાતી
અમે ગુજરાતી
ગરબાના તાલે - તાલે ઝૂમી ઉઠતા અમે ગુજરાતી,
ઢોકળા, ફાફડા, ગાંઠીયા, જલેબી જેવા અમે ગુજરાતી !
જો સીધા હાલો સાથે અમારી તો મીઠી જલેબી અમે ગુજરાતી,
જો પડો આડા તો તીખું તમતમતું મરચું અમે ગુજરાતી !
મીઠો આવકાર મળે જ્યાં ત્યાં હોય ગુજરાતી,
મીઠી કોયલના ટહુકા હોય ત્યાં હોય ગુજરાતી,
'તું નાનો' ,' હું મોટો' એવો ખ્યાલ જગતનો ખોટો ' ભણે જ્યાં કવિતા એ છે ગુજરાતી,
વિદેશી પણ જ્યાં બની જતા દેશી આવો ને મારે દેશ અમે ગુજરાતી,
ન આવડે અંગ્રેજી તો ચાલતું પણ ન ફાવે ગુજરાતી તો ન ચાલતું અહીં એવા અમે ગુજરાતી,
કવિઓની ભૂમિ જ્યાં દેવોનો વાસ એવા અમે ગુજરાતી,
સૌથી લાંબો દરિયો જેનો એવું મારું ગુજરાત અને હું ગુજરાતી,
મને ગર્વ હું ગુજ્જુ બની વહેતી 'સ્નેહની સરવાણી' હું છું ગુજરાતી,
