બદલાવ
બદલાવ
છે દુનિયાના ભેદ એવા સૌ કોઈ ના સમજે,
અમીર ગરીબના ભેદ એવા ઊડીને આંખે વળગે,
બંગલા ગાડી ભેગું કરીને માનવી ક્યાં જશે,
અહીંનું છે ને અહીં જ રહેવાનું પાછળથી સમજશે,
ગરીબ ઘરનો માનવી અમીરીને જોતો રહેશે,
સહનશક્તિની હદ વટાવી ખોટાં કામે ચડશે,
અભિમાન ભરેલા મનમાં માનવતા મરી પરવારશે,
લાચારીને અવગણી ભૂખ્યાને ઠોકર મારશે,
કાળાં નાણાં કમાઈ કમાઈને આવક મોટી કરશે,
ગરીબોને કચરો સમજી તળિયે નાખી દેશે,
દીવો બુઝાય એ પહેલાં આવો આગળ વધીએ,
ચાલો, બદલીએ ભેદ દુનિયાના પણ પહેલ કોણ કરશે ?
