જીવન અને મૃત્યુ
જીવન અને મૃત્યુ
મૃત્યુ જીવનની શુદ્ધિ છે
મૃત્યુ જીવનની મુક્તિ છે
કર્યા છે પાપ જીવનમાં
ના એની કોઈ માફી છે,
જીવનના રહસ્યને જાણો
તો મૃત્યુ પણ સમજાશે
સરળ શબ્દોમાં કહો તો
જીવનનો કોઈ અંત નથી,
મૃત્યુ જીવનની શુદ્ધિ છે
મૃત્યુ જીવનની મુક્તિ છે
કોણે જોયું છે સાક્ષાત મૃત્યુ ?
એ અનુભવ કોઈને પણ નથી
મૃત્યુ પછી નથી જીવન ?
એવું આપણે માનીએ છીએ,
મૃત્યુ નવા જીવનની કડી છે
માનો તો એ નવું જીવન છે
આત્માથી પરમાત્મા સુધીની
એ આધ્યાત્મિક મંઝિલ છે,
મૃત્યુ જીવનની શુદ્ધિ છે
મૃત્યુ જીવનની મુક્તિ છે.
