STORYMIRROR

Sangita Dattani

Abstract Fantasy Others

3  

Sangita Dattani

Abstract Fantasy Others

સ્વપ્ન

સ્વપ્ન

1 min
219

સરી જતી કાલઘટા 

ને સરી જતો સમય,

સાગરતટે નીરખીને 

જોયાં હતા સ્વપ્નો,


સુંદર એ સવાર હતી 

ને સુંદર એ સંધ્યા,

પહાડોની ટોચે જઈ

કર્યા હતા વાયદા,


એ વાયદાને વાગોળતા

વાગોળતા સજાવટ કરી,

હતી એ સપનાંઓની

સખી, ઉર ઉપવનમાં,


જોવી’તી કોતરો ને 

જોવી ‘તી કંદરા જોઈ,

મેં કોતરો ને જોઈ મે 

કંદરા, ઊડીને આભે અડી,


સપનું તૂટ્યું ને જાણે થઈ સવાર,

વિખરાયા અરમાન કેરા ફૂલ,

ઉજ્જડ બન્યો 

હૈયાનો ઉપવન,

કેવાં મધુર હતાં સપનાંં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract