સમયનો સામો વહેણ
સમયનો સામો વહેણ
બદલાઈ ગયો છે સમય, દુનિયા હવે એક આહવાન છે
ખરાબ નહીં લગાડવાનું, બદલાવ તો સમયનું ગાન છે,
બાળકોની કીકીયારીઓ અને કલરવથી ગુંજતું રહેતું ઘર કેવું
એક જ સંતાન હોવું જોઈએ, આ હવે કઈ જાતની તાન છે ?
પહેલા રહેતા સહુ હળીમળીને સંયુક્ત કુટુંબમાં
હવે વિભકત કુટુંબનું સહુએ સ્વીકાર્યું સમાધાન છે,
મોટા થઈને પક્ષીઓ તો ચાલ્યા જાય છે મૂકીને પોતાના માળા
સહુનું પોત પોતાનું એક અલગ આસમાન છે,
આમદની આઠાની, ખર્ચા રૂપૈયા થઈ ગઈ છે માનસિકતા
બચતની મહત્તા તરફ હવે ક્યાં કોઈનું ધ્યાન છે,
અગણિત સંબંધો અને દોસ્તો છે પોતાની સોસિયલ મિડિયાની દુનિયા પર
છતાં બધાને કનડે છે એકલતા અને જિંદગી જાણે સૂમસામ છે,
બદલાવની સામે, સામા વહેણમાં તરવું છે ખુબ જ મુશ્કેલ
જે સહુનું થાશે એ વહુનું થશે એ વાત કરે સંતોષ પ્રદાન છે.
