STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

3  

Bharat Thacker

Abstract Inspirational

જગતગુરુ

જગતગુરુ

1 min
186

દરેક વ્યક્તિ છે અલગ, અલગતા એની વિશિષ્ટ શક્તિ છે

દરેકને પોતાની વિશિષ્ટતા પ્રમાણે અલગ હસ્તી છે,


કવિ, વૈજ્ઞાનિક, તત્વચિંતક, કલાકાર દરેક પાસે છે પોતપોતાની વિશિષ્ટ શક્તિ

પોતાની વિશિષ્ટ શક્તિ પ્રમાણે દરેક જણ એના ક્ષેત્રની કરે ભક્તિ છે,


હકારાત્મકતા, નીડરપણું, સેવા ભાવના કે દયા ભાવના જેવી સદભાવના

દરેક સદભાવનાની છે વિશિષ્ટ શક્તિ, જેની અલગ અભિવ્યક્તિ છે,


અંતઃપ્રેરણા પણ બનીને આવતી હોય છે ઘણીવાર વિશિષ્ટ શક્તિ

અંતઃપ્રેરણા ચમત્કારી એવી એક અલગ વિશિષ્ટ શક્તિની પ્રતીતિ છે,


આપણો સુપર પાવર જો આપણે પહોંચાડે સુપ્રીમ પાવર સુધી

એ જ વિશિષ્ટ શક્તિ બની શકે આપણી સાચી મુક્તિ છે,


આપણા દેશ ભારતની વિવિધતામાં એકતા છે એક વિશિષ્ટ શક્તિ

આપણે નથી બનવું જગત જમાદાર, જગતગુરુ બનવાની આપણી નીતિ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract