હે ઈશ્વર એક સુપર પાવર આપને
હે ઈશ્વર એક સુપર પાવર આપને
હે ઈશ્વર એક સુપર પાવર આપને,
ભૂખ્યાને જમાડી શકું,
તરસ્યાને પાણી આપી શકું,
ઉદાસ લોકોના ચહેરા પર સ્મિત લાવી શકું,
હે ઈશ્વર એક સુપર પાવર આપને,
કોઈ દુઃખીને ચપટી સુખ આપી શકું,
વરસતી આંખોને લૂછી શકું,
કોઈના શમણાંઓને સાકાર કરી શકું,
હે ઈશ્વર એક સુપર પાવર આપને,
દુનિયામાંથી નાત જાત ઊંચ નીચનાં ભેદભાવ મિટાવી શકું,
લોકોમાં ભાઈચારાની ભાવના વધારી શકું,
હે ઈશ્વર એક સુપર પાવર આપને,
કોઈના ઘા પરનો મલમ બની શકું,
પાનખર જેવી જિંદગીમાં વસંતના રંગો ભરી શકું,
હે ઈશ્વર એક સુપર પાવર આપને,
કોઈના રંગહિન જીવનમાં મેઘધનુષ્યનાં
રંગો ભરી શકું,
કોઈના બેસૂરા જીવનમાં સંગીતના સાત સૂરોથી
જીવન સંગીતમય બનાવી શકું,
હે ઈશ્વર એક સુપર પાવર આપને,
કોઈ ગરીબનાં પેટનો ખાડો પૂરી શકું,
ગરમી ઠંડી વરસાદથી બચવા એક આશરો આપી શકું,
હે ઈશ્વર એક સુપર પાવર આપને,
અલ્લાઉદ્દીનનાં જાદુઈ ચિરાગ જેવો એક ચિરાગ દઈ દે,
મારી પ્રાર્થનાનો પ્રતિસાદ દઈ દે,
હે ઈશ્વર એક સુપર પાવર દઈ દે.
