કૃષ્ણની લીલા
કૃષ્ણની લીલા
તારી મોરલી વાગે ને, રાધા દોડી આવે,
સાથે લાવે બીજી અનેક ગોપીઓને,
કાનો અને મોહન અને પછી ઘનશ્યામ,
રાસ રમે અને ગોપીઓ ઝૂમે પૂનમની રાતે,
કાનજી તું તો કાળો, અને રાધા ગોરી ગોરી,
યશોદાનો લાલો, માખણ ચોરી ખાતો,
ગોકુળ છોડી ગયો મથુરા, થયો દ્વારકાધીશ,
રાધા ને પણ છોડી, પછી કદી નાં દીઠી,
દોડીને આવે ગાયોનું ધણ, જ્યારે વાંસળી વાગે,
રાધાએ કર્યો, પ્રેમ કૃષ્ણને, રાધાનો શું વાંક,
મહાભારતના યુદ્ધમાં, થયો તું યોગેશ્વર,
આપ્યું ગીતા જ્ઞાન અર્જુનને,
સખીના પૂર્યા ચીર, અને શરૂ થયું મહાભારત યુદ્ધ,
લડી મર્યા પાંડવો અને કૌરવો, વહાવી નદી લોહીની.
