STORYMIRROR

Bharat Thacker

Abstract

3  

Bharat Thacker

Abstract

ધર્મ અને રાજનીતિ

ધર્મ અને રાજનીતિ

1 min
141

આહાર, નિદ્રા, ભય અને મૈથુન જીવસૃષ્ટિમાં એક સમાન છે

ધર્મ મનુષ્ય જાતને આપે એક અલગ પહેચાન છે,


જૂના જમાનાથી ધર્મ અને રાજનીતિનું છે સંલગ્ન

ધર્મ અને રાજનીતિ બંનેને એકબીજાનું અનુસંધાન છે,


અંગ્રેજોએ ધર્મની રાજનીતિ દ્વારા કર્યું દેશનું વિભાજન

આજે પણ ધર્મની રાજનીતિનું કરાવાય વિષપાન છે,


ધર્મોની એકબીજાથી હરીફાઈ અને ધર્માંતર લાવી છે અસહિષ્ણુતા

આવી અસહિષ્ણુતાએ ચારે તરફ સર્જાયું ખેદાનમેદાન છે,


રાજકીય પક્ષો આપે છે ચુંટણીમાં ટિકિટો નાત જાત અને ધર્મના આધાર પર,

ધર્મ અને રાજનીતિનું આવું ગઠબંધન દેશના વધુ ભાગલા કરવા શક્તિમાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract