STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract

3  

Vrajlal Sapovadia

Abstract

બ્લેક હોલ

બ્લેક હોલ

1 min
29

બ્લેક હોલ બ્રહ્માંડમાં કેવડું ? કેવી હશે તાકાત ? 

પ્રકાશને ગળી જાય જેમ, ગમે તેને ખાય જવું,

ડાબા હાથનો ખેલ એને, કાચે કાચા ખવાય 

મોટાં મોટાં તારાં આખા, ગ્રહમાળા સહિત તે,


બ્લેક હોલ દરબારમાં જૂનું, છે બ્રહ્માંડથી જબરું 

તારાં ને મારાં ખાય જાય, શરમ સંકોચ વિના તે 

ગ્રહ એના ગ્રહથી મજબૂત, કાઈં ન નડે કે અડે 

સત્તા તો એ જ પચાવી શકે, ફૂલમાળા પહેરી,


દશ વીજળીના ગોળા વચ્ચે, પણ અંધારું છવાયેલું 

નીતિ નિયમનું નિકંદન કાઢે, વાતો ન્યાયની કરી 

લાંચને સ્વ-અધિકાર માને, કાનૂનને જાગીર   

બ્રહ્માંડનું સત્યાનાશ વાળે, સંસાર મહીં બ્લેક હોલ,


બ્લેક હોલ બ્રહ્માંડમાં કેવડું ? કેવી હશે તાકાત ? 

ભ્રષ્ટાચારની તાકાત તો, મોટી બ્લેક હોલથી 

બધું જ ગળી જાય દ્રશ્ય અદ્રશ્ય, તવંગર કે કોઈ રંકનું 

લાંચને સ્વ-અધિકાર માને, કાનૂનને જાગીર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract