Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

NIYATI PATHAK

Abstract Tragedy Inspirational

4.0  

NIYATI PATHAK

Abstract Tragedy Inspirational

લાગણીઓની લટાર

લાગણીઓની લટાર

1 min
51


ખોવાઈ ગઈ છું એ લાગણીઓની લટારમાં,

મૂંઝાઈ ગઈ છું એ લાગણીઓ બી લટારમાં ..

 છેતરી ગઈ છે આખુંય જગત 

ને હસ્તા - હસ્તા છેતરાઈ ગઈ છું .. આ લાગણીઓ ..


કે લાવ સમયના તમતમતાં તડકે એને સૂકવવા મૂકું,

ખોવાઈ ગઈ છું .... આ....


કે ચેતવનારા ઘણાંય મળ્યા હતા મને,

ને હસતાં હસતાં હું ભાંગી ગઈ છું એ લાગણીઓમાં ...


કે છીછરા પાણીમાં તરવા પડી હતી હું,

ક્યાં ખબર હતી, ડૂબી જઈશ ... આ....

કે સંબંધોના તાંતણે બાંધ્યા હતા સંસ્મરણો ને,

પોતે જ છૂટી ગઈ છું .... આ....


કે સમય ના સથવારે આજે જ તો થોડું ચાલતા શીખી હતી,

ને કાલે ફંગોળાઈ ગઈ .... આ.... 


શબ્દોના લીસોટે બનાવ્યું હતું ચિત્ર આ લાગણીઓનું,

ને પોતે જ ભૂંસાઈ ગઈ હું .... આ....


Rate this content
Log in

Similar gujarati poem from Abstract