NIYATI PATHAK

Drama

3  

NIYATI PATHAK

Drama

એક સાંજ

એક સાંજ

1 min
305


ધીમી ધીમે સાંજ ઢળે આંગણામાં ખુરશી ઢાળીને કોઈ,

આથમતા સૂરજના કિરણો સંગાથ હવે,

રાત્રિના આગમનનો હળુ હળુ કરે છે સ્વીકાર નિર્વિકાર.


પડોશીની અગાશીએ મોર

જોયા કરે હળવેથી એમ થોડી વાર…

તેને પણ ઘર હશે

તેને પણ હશે એક પોતીકો આવાસ હશે કશું દૂર કે નજીક…

હશે હશે સમયની સાન….

તેને પણ કરવાનું હશે કૈં પ્રયાણ


પવનની લહરોમાં

સામે ઘેર દાદીમાઓ ઓટલે બેસીને ભેળાં

ગાઈ રહ્યાં સહજનું ગાન….

શહેર ને ગામડાની

અડોશને પડોશની

દિવાલની આરપાર ઓગળતું ઓગળે આ

અગમને નિગમનું જ્ઞાન


સૂરજ ને તારકોનો

કોને કોનો મળી રહે સફળ સંગાથ…

જોઈ લીધું જાણી લીધું

કરવાનું પુરું કીધું…

અને હવે ખુરશીમાં બેઠા બેઠા

કરે કોઈ સકલ સ્વીકાર નિર્વિકાર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama