STORYMIRROR

NIYATI PATHAK

Classics Fantasy

4  

NIYATI PATHAK

Classics Fantasy

વાતો

વાતો

1 min
4

કુમકુમ, ચોખા, સ્વસ્તિક ને શ્રીફળની વાતો,

આજ કરીશું મુક્ત મને અંજળની વાતો.


સ્વાભાવિક છે, હૃદયવિદારક હોઈ શકે છે,

નહિ ખખડેલાં દ્વાર અને સાંકળની વાતો.


જાત નિચોવી નાખ્યાની જો વાત કરું તો,

કરવી પડશે ભૂલ્યા વિણ વાદળની વાતો.


ક્યાં, ક્યારે ને કેમ થયો મનમેળ, કહીશું,

યાદ નથી બહુ કરવી ગમતી છળની વાતો.


વિષયાંતર લાગે તો દોસ્તો, ચલવી લેજો,

આવે જો વચમાં કો' નાજુક પળની વાતો.


ચાલો તમને ખુશબોથી મેળાપ કરાવું,

જાવા દ્યો આ અલબેલી આવળની વાતો.


ગોદ રહી છે સૂની કિશલા,નહિ શોભે બહુ-

તારા મોંમાં બીજ અને કૂંપળની વાતો !


Rate this content
Log in

Similar gujarati poem from Classics