#એક સાંજ .....
#એક સાંજ .....

1 min

325
ધીમી ધીમે સાંજ ઢળે આંગણામાં
ખુરશી ઢાળીને કોઈ આથમતા
સૂરજના કિરણો સંગાથ હવે રાત્રિના આગમનનો
હળુ હળુ કરે છે સ્વીકાર નિર્વિકાર.
પડોશીની અગાશીએ મોર
જોયા કરે હળવેથી એમ થોડી વાર
તેને પણ ઘર હશે તેને પણ
એક પોતીકો આવાસ હશે
કશું દૂર કે નજીક હશે હશે સમયની સાન
તેને પણ કરવાનું હશે કૈં પ્રયાણ
પવનની લહરોમાં સામે ઘેર દાદીમાઓ
ઓટલે બેસીને ભેળાં ગાઈ રહ્યાં સહજનું ગાન
શહેર ને ગામડાની અડોશને પડોશની
દિવાલની આરપાર ઓગળતું ઓગળે
આ અગમ ને નિગમનું જ્ઞાન
સૂરજ ને તારકોનો કોને કોનો
મળી રહે સફળ સંગાથ
જોઈ લીધું જાણી લીધું
કરવાનું પુરું કીધું
અને હવે ખુરશીમાં બેઠા બેઠા
કરે કોઈ સકલ સ્વીકાર નિર્વિકાર